મણકો ૧૦

કર કરમ મન સારા જોને વાગી રહ્યા ભણકારા,
કરીલે કરમ મન સારા તું બાંધમા પાપના ભારા…..

કિરતાર બેઠો બધું જુએ છે ન આવે તારો આરો,
ભજન કરને ભાવથી નીકળને મન અજ્ઞાન થી બારો…..

બાળપણ રમતમાં ગુમાવ્યું યુવાનીમાં હાલ્યો આડો,
ગઢપણ આવ્યું ગર્વ છોડને આડો મન ઊંડો ખાડો…..

વૃધ્ધપણામાં બહુ વકર્યા મોહમાયાના ઝાડો,
સત્ સંગની કરવત લેને વિવેકથી એને મન વાઢો…..

રામ કૃષ્ણ હરિને ભજીલે મન એ છે સાચો કેડો,
ધના ધામ જવું હોય તો પ્રભુ ભજ આવ્યો છેડો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *