મણકો ૧૯

ચરણ ગ્રહીલે ચારના મન માતા પિતા ગુરૂને ભગવાન રે,
ચરણ સેવી લે ભાવથી મનજો ઈચ્છે કલ્યાણ રે…..

માતાએ મન નવ માસ તારો ઉપાડ્યો છે ભાર રે,
જન્મ દઈ મન જમતાં શીખવ્યું એ છે એનો ઉધાર રે…..

પિતાના મન તારા ઉપર નથી થોડા ઉપકાર રે,
શરીર તોડીને મન તને શીખવ્યું દીધુ જગ જ્ઞાન રે…..

ગુરૂ તાર એ જ્ઞાનજ આપ્યું ઉઘાડી તારી આંખ રે,
ચરણ ગુરૂના પૂજીલે મન તને ઓળખાવ્યા ભગવાન રે…..

ધનો કહે મન ભજીલે ભક્તિ કરીલે ભગવાનની,
આ સંસારથી પાર ઉતરવાના આ ચાર છે સ્થાન રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *