મણકો ૨૦

ચબુતરામાં બેઠું મન પંખી જાણે ચબુતરો મારો રે,
ચબુતરામાં માયા લાગી મહીં બનાવ્યો માળો રે,
ચકવો ચકવી ભેળા મળીને રચાવ્યો સંસાર સારો રે…..

બાળ બચ્ચાનો મોહ લાગ્યો સંસાર ન લાગ્યો ખારો રે,
હરિ ભજીલે ભવસાગરમાં નથી ઉગરવાનો આરો રે…..

ચબુતરો તારો છે ચલાયમાન જ્યાં ચણતો તું દાણો રે,
જાગ મન પંખી અજ્ઞાન અંધારેથી જોને ઉગ્યો ભાણો રે…..

માળો છોડી હરિ શરણે જાને ત્યાં વળશે તારો દાળો રે,
ભજન વગર આ ચબુતરામાંથી નથી કોઈ છોડવ નારો રે…..

ધનો કહે મન ધ્યાન હરિનું ન કર્યું તે ક્યારેય રે,
ભજન કરીને હરિ ભગતથા તો આવશે તારે દ્વારે રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *