મણકો ૨૧

છળ કપટ તું છોડ રે માનવા કરને સાદ્વ્યવહાર રે,
આ કાયા તારી પડી જવાની જરા ન લાગે વાર રે…..

ભગવત ભક્તિ કર્યા વગર ન થાય બેડોપાર રે,
હરિ ભજીલે બાજી તારા હાથમાં શાને કરે વાર રે…..

જમડા આવશે જોર જ કરશે રોકાશે નહીં લગાર રે,
છળ મૂકી હરિ સમરીલે મન શું વિચારે ગમાર રે…..

ધનો કહે મૂક ધમાધમ જમ આગળ જોર ન ચાલે રે,
હરિ સમરીલે છળ છોડીને મન સદ્દબુદ્ધિ આલે રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *