મણકો ૨૩

જપલે જપલે હરિનું નામ મન તું જપ હરિનું નામ રે,
હરિ જપવાથી તારી હામ વધશે ને પહોંચીશ હરિના ધામ રે…..

જપને જુગદાધાર તારો એ છે આધાર જ્પ તપ નોકર નીરધાર રે,
હરિ જેણે જેણે ભજ્યાં તે નથી રહ્યા જગતમાં નીરાધાર રે…..

ધ્રુવ પ્રહલાદ સુધન્વાએ જપ્યા પામી ગયા ભવપાર રે,
નરસિંહ મીરાંને સગાળશાએ જપ્યા એજ હતો આધાર રે…..

પ્રભુ ભક્તોની આરદા સાંભળી ને દોડી આવે તતકાળ રે,
ધનો કહે મન છોડ આળસને તારા હાથમાં લે કરતાલ રે…..

પ્રભુ અર્પણ તન મન કરીને મન તું હવે ભજીલે ભગવાન રે,
થોડી ધડી છે જીવતરની ધના જાગને મન કરીલે કલ્યાણ રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *