મણકો ૨૬૫

જીવીલે તું જીદગી માણીલે તું જીદગી,
છોડ મનની ગંદકી કરીલે તું બંદગી…..

સ્વાર્થી આ જગમાં છેતરાયા છે ઘણા,
છોડ સ્વાર્થપણા જીવીલે તું જીદગી…..

મોહમયી નગરીઆ મમતાળુ મળે ઘણા,
મમતા માયા ત્યાગી જીવીલે તું જીદગી…..

કામી, ક્રોધી, અને લોભી મળશે ઘણા,
કાબુ કર ત્રણે ઉપર જીવીલે તું જીદગી…..

દયા, ધર્મ, પ્રેમમાં ધના ન રાખ મણા,
સત્યને જાણીલે જીવીલે તું જીદગી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *