મણકો ૨૬

ઝડપ કરે કાળ ઝડપ કરે મન પકડીલે પલવારમાં,
ઝટ ઉઠી મન હરિ ભજીલે છોડાવે તે ક્ષણ વારમાં…..

ઝાંઝવાનાં જળ જીવ તને લાગે છે બહુ મીઠાં રે,
હરિ રસ ને તું હોઠે ન લગાડે લાગે તને બહુ ખારો રે…..

ભજીલે ભગવાન ને તું છોડ મન આ જગ જંજાળો રે.
આ અવશર જો ચુકી ગયો તો મન નથી કોઈ આરો રે…..

ઉઠ ઉભોથા અહમ મેલીને મન મૂકને કામ અને ક્રોધને,
મોહ માયા મમતા મેલી મન સદ્ ગુરૂ શરણ શોધને…..

ઝડપ કરી ધના ઝાલીલે તું સત્ય રામનું નામ રે,
એ વગર તારા જવાના નથી મોહ માયા ને કામ રે…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top