મણકો ૨૭૧

(રાગ – ભૂલો ભલે બીજુ બધું મા-બાપ ને ભૂલશો નહીં…..)

ભૂલો ભલે બીજુ બધું પણ દોષ જો ભૂલશો નહીં,
એ દોષ આવશે આપમાં એ વિસરશો નહીં…..

એકથી સો શીખવ્યા જેણે શીખાવનાર ને યાદ રાખજો,
શીખવનાર ને શીરોમાન્ય રાખી માન સદા આપજો…..

અસંખ્ય કર્યા કુડા કર્મો એ સદાયે યાદ રાખજો,
ભૂલો ભલે કરેલ પરોપકાર ઉપકાર સદા બીજાનો યાદ રાખજો…..

કાઢી મૂકો કામ, ક્રોધને મનમાં માયા સંઘરશો નહીં,
કામ થકી ક્રોધ ઉપજે માયા છે છાયા યાદ રાખજો…..

લાખો કમાઈ રાખશો મૂકવા પડે છે એક દિન,
સાથે ન આવે ધન સંપતિ યાદ સદાય રાખજો…..

કરો કર્મ સારાં તમે સેવા ધર્મ અપનાવજો,
નડતર કરતાં બીજાને ધના સોવાર વિચારજો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *