મણકો ૨૭૨

(રાગ – ગળતી માઝમ રાત જાડેજા ગળતી માઝમ રાત રે…..)

ઢળતી જીંદગી જાય કંચન રાણી ઢળતી જીંદગી જાય રે,
કાળ આંબવા આવીયો તમે ધરો ને હરિ ધ્યાન રે…..

હાથમાંલે કરતાલ કંચનરાણી હાથમાં લેને કરતાલ રે,
સમય જોઈને સંચરો તમે ના કરો અભિમાન રે…..

કામ ક્રોધને ત્યાગ કંચનરાણી કામ ક્રોધ ને ત્યાગ રે,
મોહ લોભ મમતા મૂકી તું રાત્રી પણું છોડ રે…..

વૈરાગી મન રાખ કંચનરાણી વૈરાગી મન રાખ રે,
મારૂં મારૂં મૂકને તું તારૂં નથી તલભાર રે…..

સંત સમાગમ કર કંચનરાણી સંત સમાગમ કર રે,
મૂક ધના મોટા પણું તારી ગળતી હાલી કાય રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *