મણકો ૨૭૪

(રાગ – મંદિર તારૂં વિશ્વરૂપાળું સુંદર સરજન હારા રે…..)

મનડું મારૂં બહુ અટકચાળુ, માયા મોહન તારી ભારી રે,
મનડાએ માર બહું ખવડાવ્યો, છતા શાન ન આવી રે…..

મનડું ન થાયે કાબુમાં, એ છટકી છટકી જાયે રે,
વાનરની એ જાત ચંચળ, વારે વારે ચળી જાયે રે…..

નીલગગનમાં ભ્રમણ કરતું, વાતો વાતો કરતું રે,
વારે વારે જાયે વિદેશમાં પરત તરત દેશ ફરતું રે…..

જંપી ન બેસે પળ એકે, ફૂલે ફૂલે એ ફરતું રે,
રસ ગહે એ સારો નઠારો ભક્ષીકા કહાવે રે…..

ઘડીમાં રડતું હસતું ઘડીમાં, ઘડીમાં વૈરાગી બનતું રે,
ધના મનને ન દેતો નમતું, મળી જશે તેને ગમતું રે…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top