મણકો ૨૭૫

શું લેવું શું મૂકવું જગમાં માનવ મુંઝાઈ જાતો,
સંતો સમજાવે છે શાનમાં તું સાંભળ એની વાતો……

મોટાઈ મૂક માનવ તું શાને અંધારે અથડાતો,
નાનો બનીને નમન કર થા પાંચમાં પંકાતો…..

કામ ક્રોધ મૂકીદે મનવા ખાસે અંતે લાતો,
સહજ બનીને શાંત થા વધે બધાથી નાતો…..

અહંકાર અળગો કર સૌ સૌના કરમનું ખાતો,
પ્રેમ ભાવ અપનાવ અને ખોટી મૂક પંચાતો…..

લોભને ન હોય થોભ ધના સંતોષ નથી થાતો,
સંતોષ છે સો રોગની દવા સદા રહે હરખાતો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *