મણકો ૨૭૬

દિલ દરિયાવ રાખને દિકરા, દિલ દરિયાવ રાખને,
નાની મોટી નદીઓ આવી મળશે…..દિલ દરિયાવ…..

ન રાખ દિલ તળાવ દિકરા, ન રાખ દિલ તળાવ,
વધશે પાણી પછીએ તુટશે…..દિલ દરિયાવ…..

ભલે વધે તડકો ધોમ દિકરા, ભલે વધે તડકો ધોમ,
વરાળ થઈને થોડું ઉડશે…..દિલ દરિયાવ…..

વાદળ વરસસે અનરાધાર દિકરા, વાદળ વરસસે અનરાધાર,
પાણી બની પાછુ બુડશે…..દિલ દરિયાવ…..

કરને દિલ વિશાળ દિકરા, કરને દિલ વિશાળ,
વિશાળતામાં રતન પાકશે…..દિલ દરિયાવ…..

ધનો ધરે અનુભવ દિકરા, ધનો ધરે અનુભવરે,
સદા સારા ફળ હરિ આપશે…..દિલ દરિયાવ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *