મણકો ૨૭૯

હેજી તારા આ કેટલા જનમની જંજાળુ રે,
માનવ મૂકને તું નકામાં વૈતરાં રે હો……

હેજી તારા ક્યારે થશે પૂરા કરમ કૂળાં રે,
હરિ ના ભજે માનવ તું આ વેળા રે હો…..

હેજી બહું રે અમુલ્ય છે માનવ દેહ રે,
દેવતા ને પણ દુર્લભ બહું લાગતો રે હો…..

હેજી તે કેટલા કાઢ્યા જનમ આમ રે,
કિંમત માનવ અવતારની ન કરી રે હો…..

હેજી ધના ભજીલે ભગવાન હેત રાખી રે,
જીવન જ્યોત પડશે પછી ઝાંખીરે હો…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top