મણકો ૨૮૨

કાળજા કેરો સંભળાયો કડાકો,
નિયતિ પાસે હું હારી ગયો…..કાળજા…..

નાચ નચાવે વાંદરાને જેમ,
હું નિયતિ નો ગુલામ થયો…..કાળજા…..

ધારેલું પડતું અવળું સર્વે,
ઢાળ માનવ જ્યાં ઓળંગતો…..કાળજા…..

દશરથે જ્યારે ધાર્યું રામને દેવા રાજ,
ચૌદ વરસ વન ગયા સર્યું ન કાજ…..કાળજા…..

ધારેલું ધના ન થાયે ખોટો ના કર રંજ,
નિયતિનો કોઈ આશય હશે સુખના…..કાળજા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *