મણકો ૨૮૩

(રાગ – બાયું વ્રજમાં વાતું એવી થાય છે રે…..)

બાયું મનમાં મને એવું થાય છે રે,
કે કાનુડો હારેલાને જશ પાય છે રે…..બાયું…..

હે બાયું સૂરજ સાંજે આથમી જાય છે રે,
પાછો સવારે મેળે ઉગી જાય છે રે…..બાયું…..

હે બાયું જગમાં વાતો એવી થાય છે રે,
કે કાનુડો જેને મારે તેને તારી જાય છે રે…..બાયું…..

હે બાયું માર્યોં એણે મામા કંશને રે
ભાણે તાર્યોં આખો મામાના વંશને રે…..બાયું…..

હે બાયું ભ્રમ ભાંગ્યો મારો ભૂદરે રે,
તમે અહંકાર ન લાવો ઉદરે રે…..બાયું…..

હે બાયું હાર ન હોય હવે આપણી રે,
કે કાનુડો કરે છે ધનાની માપણી રે…..બાયું…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *