મણકો ૨૮૬

ગરણું ગોખે બંધાય ગાંડીયા,
બોલે એનું મોઢું ગંધાય…..

ગરણું ગામે ન બંધાય,
છોને બોલે એને બોલવા દેવાય…..

બોલમાંથી તોલ કરાય મનવા,
નિંદા પ્રેમ થી સંભળાય…..

નિંદા અને સ્તુતિ સહજ માનીને,
હરિ ગુણ પ્રેમે ગવાય…..

વખાણ સાંભળી હરખી ન જાતો,
નિંદાથી જરા ન ગભરાય…..

નિંદા સ્તુતિથી જ્ઞાન લે જે,
ધના પરમપદ પમાય…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top