મણકો ૨૮૭

જીવન જીવતાં આવડે નહીંને હાર વસમી લાગતી,
હાર નથી જીવનમાં જો પ્રિય અપ્રિયમાં સજાગ હોય તો…..

મળતો નથી જીવનનો રસ્તો તૈયાર કદી કોઈને,
મળે તૈયાર કદાપી પ્રમદી અકર્મણ્ય બની જાય છે…..

મળેના જીત જીવનમાં તો મેદાન છોડી ના ભાગતો,
નિરાશાની ગોદમાં પોઢવું વિકલ્પ એ એક જ નથી…..

જીતવું છતા જીતાય નહીં તો પ્રયત્નો તારા ખામી ભર્યા,
એ સમયે કર આત્મ દર્શન ખોટા કર્મોં ક્યા કર્યા…..

પડવું જરૂરી છે ધના પણ ઉભું થવું ઉતાવળે,
સત્ય પંથે ચાલજે તો સુખ આવવા સળવળે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *