મણકો ૨૮૮

(રાગ – ભૂલો ભલે બીજુ બધું મા-બાપને ભૂલશો નહી…..)

મોટો થઈ માન્યો નહીં ધંધામાં જેનું ધ્યાન નહીં,
એ દિકરો નથી પણ છે દિપડો એ ભૂલશો નહીં…..

મા-બાપે મોટા કર્યા તન તોડી પોતા તણું,
ફરજ એમની હતી પણ તમારી ફરજ ભૂલશો નહીં…..

ભણાવ્યા પરણાવ્યા મા-બાપે કોડે કરી,
આયખું ગુમાવ્યું આગળ લાવવાતે ભૂલશો નહીં…..

સત્ય પંથે ચાલતા આળસ કદી ના કરો,
આળસ છે મૃત્યુની માસી તે ભૂલશો નહીં…..

મોટો ધના થા ભલે અહંકાર ઉરમાં ન રહે,
વિનમ્ર બની માન બીજાને આપવું ભૂલશો નહીં…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top