મણકો ૨૯૫

ભલેને ભરાણા અમે સમજીને છેતરાણા રે,
દુનિયા ભલે સમજે અમે થયા દીવાના રે…..

ગાંડા રે ગણે ભલેને અમને ગમાર ગણે રે,
લીધું છે મિશન હાથ કોઈ કાળે ના ખળે રે…..

બુધ્ધિહીન અમે જોને અક્કલના ઓછા રે,
ટીખળ ભલે કરે યુવાની કહીને ઘરડા ડોસા રે…..

ભાવના અમારી ભલે કોઈના જાણે રે,
છતાં રહેવું અમારે છે સત્ય પ્રમાણે રે….

ભલેને ભરાણા ધના ગમના ગામમાં રે,
આનંદ મુબારક સૌને છેતરાયાના માનમાં રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *