મણકો ૨૯

ઠગત જગતના શા ભરોસા કોણ કરે વિશ્વાસ રે,
જેણે જેણે તેની આશ કરી તે નર થયા નીરાશ રે…..

માટે મનતું મુક મમતા કર હરિની એક આશ રે,
આ જગતમાં ન રહેવાના કોઇ નામ તેનો નાશ રે…..

ભાવે ભજ્યા જેણે ભુદરને તે નર થયા ધન્ય રે,
માટે મન તું ક્રુષ્ણ ભજીલે મેળવી લેને તું પૂન્ય રે…..

ઠગત ભગત થઇ ફરતો ધના ન જાણ્યા જગદીશ રે,
સદ્ ગ્રંથ રૂપી ગુરૂ મળ્યા તને જાણીલે તારા ઈશ ને…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top