મણકો ૬૩

વગડો વેઠવો પડશેને વાયરા લાગશે ઉના,
સત્ સંગ કરીને શાંતિ પામો વેર મૂકીદો જુના…..

યમપુરી માં જતા મન વરસાદ આવશે ઘણા,
હરિ ભજ હેત કરીને ખોટી મૂક મન વિટંબણા…..

વસમુ લાગશે વાટે જતાં ત્યાં ન હોય સાથી ઘણા,
વિશ્વ ભરને કર વિનંતી મૂકાવે મન હું પણા…..

વસમું ધના લાગશે તને પણ ભજનમાં આવે મજા,
વિરહના દિન પૂરા થયા તારા મન પૂરી થઈ સજા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *