Dikari Ni Vyatha

દીકરીની વ્યથા

થોભીજા દાક્તર
સાંભળ
મારે નવી દુનિયા જોવી સે
સફરજન જેવો સુરજ
અને
રોટલા જેવો ચંદર જોવો સે
ભઈલાની જેમ કાલુ કાલુ બોલવું સે
આંગણામાં ઝાંઝરી પહેરી
બહેનપણી સાથે
ઠાકલા દા અને પાંચીકે રમવું સે
પાટીમાં ક ખ ગ ઘ લખવા સે
કારણ કવ
વકીલ થવું સે
કાયદો ઘડવો સે
ઈશ્વર સામે કેસ કરવો સે
ઈટ થી ઈટ બજાવી દઈશ
ઈશ્વર ને પૂછવું સે
ગુનો શું કર્યો સે
કે
મારી માતાની કૂખમાં જ
ગળું ઘોટીને મારી નાખે સે …….
જલરૂપ મારે તો
ઈશ્વર પાસેથી
જવાબ માંગવો સે .

માહિતી મોકલનાર – રૂપેશ પરમાર (કવિ જલરૂપ) – મોરબી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *