Inam Vitran 2017 – Morbi

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ – મોરબી
ચેરીટી ફંડ ઇનામી યોજના

મોરબી નવગામ સતવારા સમાજના તમામ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓનો સન્માન સમારંભ૨૦૧૭ અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ આ રવિવારે યોજાયો…જેમા સમિતીના પ્રમુખ શ્રી ગોકળદાસ પરમાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થીત રહેલ, કાર્યક્મ ની શરુઆત શિવણ ક્લાસની બાળાઓએ પ્રાર્થના ગીત ગાય ને શરુ કરેલ બાદ માં કાર્યક્રમનું સંચાલન સમિતી એ નક્કી કર્યા મુજબ શ્રી એલ.એમ.કંઝારીયા સાહેબઅે આગળ વધારેલ જેમા દાતાઓનું સન્માન તેમજ વિધાર્થીઓને ધગસ અને લગન થી મહેનત કરીને યોગ્ય પરીણામ મેળવી ને સમાજનું ગૌરવ વધારવા જણાવેલ…ત્યાર બાદ

ધોરણ ૯ નવ અને તે ઉપરના અભ્યાસમાં વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનાર દિકરા – દિકરીઓને ઇનામ આપી પ્રોત્સાહન આપવા માં આવ્યા.

   
ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ સાંસ્ક્રતિક કાર્યક્રમ અંતર્ગત ગોકુળનગરની સતવારા સમાજની બાળાઓ “ભોળા ભરવાડ મને…” રાસ રજુ કરેલ , કે જેઓ 

જે. એ. પટેલ મહિલા કોલેજ ની વિદ્યાર્થીનીઓ છે તેઓ રાસ ગરબા સ્પર્ધામાં તાલુકા લેવલે પ્રથમ આવ્યા બાદ ડીસ્ટ્રીક્ટ લેવલે પણ પ્રથમ આવેલ અને હવે સ્ટેટ લેવલે વડોદરામાં યોજાનાર કાર્યક્રમ માં ભાગ લેવા જનાર છે તો તેમને પણ પ્રોત્સાહન આપવા માં આવેલ.

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ – મોરબી
ઇનામ વિતરણ સમિતી
પ્રમુખશ્રી ગોકળદાસ પરમાર કાયાજી પ્લોટ
સભ્યશ્રીઓ…
લક્ષ્મણભાઇ કંઝારીયા સાહેબ – કુબેર નગર
દેવજીભાઇ ચાવડા સાહેબ – જોધાણીની વાડી
કરમશીભાઇ પરમાર સાહેબ – ગોકુલ નગર
ગોવિંદભાઇ હડિયલ – વજેપર
તરુણભાઇ પરમાર – વજેપર
મહાદેવભાઇ ડાભી સાહેબ – માધાપર
વિજયભાઇ ડાભી – માધાપર
પ્રકાશભાઇ સોનગ્રાસ- વાઘપરા
પ્રેમજીસાહેબ – કાર્યા સાસાયટી
પ્રવિણભાઇ પરમાર -કાલીકા પ્લોટ
વિજયભાઇ પરમાર – ગોકુળ નગર
…આભાર

Information sender: Vijaybhai Parmar (Morbi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *