મણકો ૩૦૬

પડછાયો નાનો મોટો થાય પડછાયો નાનો મોટો થાય,
કદીએ ગોદમાં રમતો કદીક હાથી પર ચડી જાય…..પડછાયો…..

પ્રકાશે આઘો પાછો જાય ને નાનો મોટો થાય,
પ્રકાશ પ્રમાણે રમતો પડછાયો અંધારે અલોપ થાય…..પડછાયો…..

પડછાયો ન પકડાતો કોઈથી હાથતાલી દઈ જાય,
કદીક આનંદ આપે પડછાયો કદીક ડરાવી જાય…..પડછાયો…..

પડછાયો ના સગો કોઈનો સમય હારે સરીજાય,
કદીક પડછાયો ભ્રમઉપજાવે કદીક બ્રહ્મ થઈ જાય…..પડછાયો…..

પડછાયાને પરખ ધના બેડોપાર થઈ જાય,
કદીક એ અપાવે મુક્તિ બંધન કદીક બની જાય…..પડછાયો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *