મણકો ૩૨૭

જોને વાયું વાણુ…આવ્યુ વ્યશન મૂકવાનું ટાણું,
પગમાં ભરાસે નાળુ બંધાણ મન ભાંધનારું…..

જોને તન રોગથી ઘેરાણું, નહી કામ આવે નાણું,
સમજે શાનમાં એ શાણું બાકી જાનવર કેવાણું…..

જોને વધ્યા વરણાગી વેડા, ફેશને તાણ્યા ડેરા,
વધ્યા ફાસ્ટ ફૂડના ચટાકા ડોક્ટરોને છે તડાકા…..

જોને વધ્યા કમાવાના કેડા ભ્રષ્ટાચારને હોય તેડાં,
મૂક મોહમાયાના નેડા, ન થાય ભેગા બે છેડા…..

જોને ઉગ્યો ધના ભાણ વ્યશનોને માર બાણ,
ન રાખ હરિ ભજવામાં તાણ, પૂરણ પરમાનંદ માણ…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top