મણકો ૩૪૧

Dhanani Mala Na Manka

જે દેહભાન ભૂલીને આનંદથી ગાય છે,
દિવ્ય દર્શન તેને થાય છ, જે આનંદથી ગાય છે…..

સંસાર સાગર છલો છલ ભરીયો,
પ્રેમેથી જે ન્હાય છે, જે આનંદથી ગાય છે…..

મોતી મળશે સાગરને તળીયે,
મરજીવા ભક્તો જે થાય છે, જે આનંદથી ગાય છે…..

વિશાળ સાગર ખારા નીરનો ભર્યો,
અમી અમૃત થાય છે, જે આનંદથી ગાય છે…..

ધના માયાથી પર જે થાય છે,
હરખ એને અતી થાય છે, જે આનંદથી ગાય છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *