મણકો ૪૦૭

post.jpg

ઓ દુનિયાના રચનારા ક્યારે મને દેખાશે કિનારા,
નાવ મધ દરિયે ગોથા ખાતી મારી હીંમત ભાંગી જાતી…..

માયામાં રાચતો એવો મને ભાવે મીઠાઈ મેવો,
કામ ક્રોધથી અહંમ આવે સ્વભાવ આ કેવો…..

ધન દોલત વધારે ફાવે રોજ ગીત એના ગાવે,
સ્વારથ મનમાં આવે મને નિંદા કુથલી ભાવે…..

સત્ય પંથેના ચલાયે આધાર ક્યાંથી પાયે,
અજ્ઞાન અંધારે ભટકાયે ચિત્ત ચળી જાયે…..

ઓ દુનિયાના રચનારા ધનો માંગે અજવાળાં,
તું પ્રગટાવને દિપમાળા પોકારે તારાં બાળા…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top