મણકો ૪૮૩

Dhanani Mala Na Manka

વડલો ઉભો વલવલે લાલા ભીડો મારે ભીંસ,
ઉઠ ઉભો થા અડિખમ વડલા કહીને ચઢાવે રીસ…..

વિકાસ મારો રુંધાઈ જાતો વધવાની છે હામ,
વડલો કહે છે મૂળીયાં છે ઉંડા પાનખર ભલે હોય…..

વસંત આવે વળતી લાલા પંખી કરે કલશોર,
પથીક આવી કરે વિશ્રામ જો મૂળ જીવતાં હોય…..

ભાદરવાના ભરોસા ન હોય ભીંડા મૂળીયાં ઉંડા મેલ,
ઉપર ઉપરથી ઉખડી જાયે લાલા ખૂલા પડે ખેલ…..

અર્થ કામના પાંદડાં લાલા વા વાયે ઉડી જાય,
પાનખર પછી ધના વસંત આવે ધર્મ રૂપે મૂળ હોય…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *