મણકો ૪૯૦

Dhanani Mala Na Manka

લાલા વાત યાદ આ રાખવી તારે,
છે વિષય જગતમાં વસવું ભારે…..

યુધ્ધ ચાલે ઈન્દ્રિ વિષયને થયા બહુકાળ,
સજાગ રહીને વિચરને ન લાગે આળ…..

ચારે બાજુ ફેલાવે હાથને બોલાવે પાસ,
વિષય વિકારો વસમા લાલાન રાખ આશ…..

પહેલા પકડે વિષય ઈન્દ્રિયોને જાગૃતિ રાખ,
મનને પછી મારે ચડાવી વિષય રસ ચાખ…..

મનને લાલા ન આપ નમતું જે એને ગમતું,
ધના તનને કરે ભમતું થાયે રાગમાં રમતું…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *