મણકો ૪૯૧

Dhanani Mala Na Manka

પુરુષાર્થ કર લાલા યૌવન છે જ્યાં,
ઘરડા થયા પછી એ થાય છે ક્યાં…..

પુરુષાર્થ કર વિષયો ઈન્દ્રિયોને ના ખેંચે,
કર કાબુ પુરુષાર્થથી મન આબરુના વેચે…..

કર કમાણી પુરુષાર્થની યુવાની ન જાય ઢળી,
જીજ્ઞાસા જાગે જવાનીમાં ઘરડે ગાત્ર જાયે ગળી…..

ગઢપણે ગોવિંદ ગાશું લાલા ન રાખ મનમાં ફાંશું,
સૂર્યોદયે સંભાળે નહી પછી સૂર્યાસ્તે થાય ત્રાસું…..

પુરુષાર્થે મળે ધન, માન, ને સાચું જ્ઞાન,
સત્-પુરુષાર્થ કર ધના ઘર હરિ નું ધ્યાન…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *