મણકો ૪૯૨

Dhanani Mala Na Manka

નથી ચોપાઈ કે નથી સોરઠા…..લાલા નથી દુહા…કે છંદ,
નથી…આ..પ્રભાતિયા…લાલા ગાયે જે નાગર નંદ…..

મણકા…તુટેલી…માળાના.. લાલા નથી ભજન કે રાસ,
નથી…ગઝલ..નથી..દોહરા..લાલા મણકા રચે મતિમંદ…..

નથી..ગરબી કે આરતી…લાલા નથી મંત્ર કે કરો જાપ,
નથી આ સ્લોક સાહેબના લાલા કર્યા છે મનના ઉભરા બંધ…..

કવિતા ના કરી શકું લાલા તો કિર્તન ક્યાંથી થાય,
ગર્ધ-પર્ઘ નું જ્ઞાન નથી લાલા વ્યાકરણના જળવાય…..

માળા આ માતની અને આવી મારા હાથ,
મણકે રંગ્યો ધનાને અને તું શામળા રેજે સાથ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *