મણકો ૪૯૯

Dhanani Mala Na Manka

(રાગ – કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…..)
દાદા દિકરાને સીખવાડે સાચી રીતડી રે,
દિકરા ન કરતો તું નીંદા કોઈ પરની રે…..

ઘણાના વળી ગયાં મીંડા જે કરતા પરની નીંદા,
દિકરા વધશે જીવનમાં છીંડા રે…..

કરી શીશુપાલે નીંદા થયો જગથી અલવિદા,
દિકરા ઘોબીએ ન જાણ્યો નીંદાનો મરમ…..
ઢીકો મારી ધરમ સમજાવ્યો રે…..

દિકરા કરજે નીંદા તારી તારી સુધરશે વાણી,
થશે બંધ જનમ મરણ નીઘાણી…..
સમજ ધનાની અવળ વાણી મોક્ષ મળશે રે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *