મણકો ૫૦૦

Dhanani Mala Na Manka

જાતે ઘસાઈ ને ઠંડક આપે ચંદન એ કહેવાય,
આપ સળગી ફોરમ ફેલાવે ધુપબત્તી તે હોય…..

ભીને સુઈ સુવાડે કોરે માતા તેને કહેવાય,
આપ જલી ને પંથ પ્રકાશે એ દિપક જ હોય…..

ભણાવે પહેલા પછી લે પરિક્ષા એ શિક્ષક કહેવાય,
લે પરિક્ષા પહેલાં ને ભણાવે પછી એ સમય જ હોય…..

જાતે ઘસાય, જાતે સળગે, ભીનો આખો થાય,
આપ જલીને જે પંથ પ્રકાશે વિષય તપાસનો હોય…..

પરિક્ષા આપે પોતે પહેલા જે પછી ભણાવતો હોય,
ધના બધેથી કાઢે બારો ઈ બાપ તારો હોય…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *