મણકો ૫૧૦

Dhanani Mala Na Manka

લાગે મને જગમાં અદભુત તત્વ મન જેવું ના એક,
માનવને રમાડે જે રીતે મનના રંગ ન્યારાને નિરાળા…..

સ્વિકારે ના જવાબદારી દુઃખોની ફેંકે ગાળિયો બીજા પર,
યશ છત્ર લે તરત ઓઢી મન ગર્વ કરે પોતા પર…..

મન દોડે મારતે ઘોડે તનને પાછળ ઘસડાવે,
મૂકે લાવી દરિયાની વચ્ચે તનને માથા પછડાવે…..

મન તનનો થવા ઈચ્છે રાજા અથરો ને અભિમાની,
માનવ કર કાબુ મન પર કરશે એ મનમાની…..

અદભુત મનને ઓળખીલે ધના પરમતત્વને પામ,
મન છે અડિયલ ટટ્ટુ માનવ રસ્તા કરશે જામ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *