મણકો ૫૧૧

Dhanani Mala Na Manka

મેળવીલો… મેળવીલો વધારે પ્રકાશ માનવી,
અંદરની આંખોનો પ્રકાશ… બીજો પ્રેરણાનો પ્રકાશ…..મેળવીલો…..

ઉત્સાહ, સમજણ, ને જ્ઞાનનો આ પ્રકાશ,
દિવ્યતાનો કરવા વિકાસ મેળવીલોને પ્રકાશ…..મેળવીલો…..

મોટા રે ભાગના` જોને માણસો ને,
થયેલ છે જોને આંખો રે ખરાબ…..મેળવીલો…..

હેજી અજવાળું ખૂંચે છે એની આંખમાં,
અંધારામાં વધારે નિરાંત એને હોય…..મેળવીલો…..

જ્ઞાનીને દીવડે વાંચવાથી જ્ઞાની ન થવાય,
અંતરના દીવા ધના જલે જ્યારે તો જ્ઞાની થવાય…..મેળવીલો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *