નથી આપણા હાથમાં જીવન લાંબુ જીવવું…..નથી,
ઉમદા જીવન જીવવું છે દરેકના હાથમાં…..નથી…..
નથી પૂરી કરી શકતા કોઈ બાબત આપણે,
છતાં કરી શકીયે શરુ તો કોઈ સારી બાબત…..નથી…..
જ્ઞાન કે કોઈ બાબતમાં પૂર્ણ નથી માનવી,
દરિયો છે વિરાટ જ્ઞાનની એક એક શાખા…..નથી…..
અર્થ એ નથી કે હોડી બાંધી રાખવી કાંઠે,
ઉપાડ લંગર આવશે બંદર જો તું ન થાકે…..નથી….
છે આજુ બાજુ જ્ઞાન અને જ્ઞાની અનેક જગમાં,
ધના કરૂણા જનક બાબત કરતા નથી ઉપયોગ આપણે…..નથી…..