મણકો ૫૧૪

Dhanani Mala Na Manka

મારા આગળ માગ્યા ન કર, ખોટો ખોટો કરગર્યા ન કર,
આપીશ તને અનંત ગણું શરત પ્રમાણે વર્તન કર…..

આળસ ત્યાગી કર્મ કર, કર્મ પ્રમાણે મળશે ફળ,
માંગવાનું માંડીવાળ, જે આપ્યું તેને સંભાળ…..

આંખ આપી કાન આપ્યા આપ્યુ મુખ ને મન,
હાથ પગને તન આપ્યું હરિએ કર તેનું જતન…..

આપ્યું નથી ઓછું તને ઓ ભીખારી મન,
સદ્-વાણી સદ્-વર્તન કરી મેળવીલે તું ધન…..

માંગ માંગ કરી માથું ન ખા ઓઅભાગી મન,
દેવાવાળો નથી દુબળો ધના પ્રેમે કરને ભજન…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *