મણકો ૫૨૧

Dhanani Mala Na Manka

કિર્તિ સારી છે ભાવે બધાને ભારી,
કિર્તિના પ્રકાર ત્રણ બધી કિર્તિ નથી સારી…..

પ્રથમ કિર્તિ તામસીક જે દમનને કરનારી,
મળી કિર્તિ રાવણને પણ લંકાને બાળનારી…..

કિર્તિ બીજી છે રાજસીક ધન વૈભવમાં મહાલે,
મંદિર બંધાવે અન્નક્ષેત્ર ખોલાવે વાહવાહ બોલાવે…..

સાત્વિક કિર્તિ છે છેલ્લી નિશ્વાર્થ સેવા અપનાવે,
પરમાર્થ કાર્ય કરી હરિ ભજનમાં ખપાવે…..

વામન છે પગલાં ત્રણે ક્રમાનુંસાર જો ચાલે,
ધના સર્વે દે શામળા ને ભલે માથે પગ આલે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *