પોકાર કરો પ્રભુને એ તરત દોડતો આવે,
દ્રઢ ભાવના રાખો ભીતર માથે હાથ પસરાવે…..
નજીક તમારી નાથ ઉભો છે ધ્યાન રાખી તમારું,
અભાગી જીવ આસ્થા રાખ તને નથી કાંઈ થવાનું…..
દુઃખી થઈને બાળક જ્યારે પોકાર કરતો માને,
દોડતી આવે તરત માવડી લઈ લગાવે થાને…..
દુન્યવી માતા જો આવે દોડતી પોતાના બાળક માટે,
સચ્ચિદાનંદમયી માતા નિરંતર બેઠી તમારી વાટે…..
અબુધ બાળકને વિશ્વાસમાં નો રડતો રાખે છાનો,
પોકાર વિશ્વાસ રાખી ધના દોડતો આવે કાનો…..