જુઓ ને આ જગતના જોગી, થયા ભોગના રોગી,
હોયે કામચોર ને કરમહીણા પાછા બહુ ઢોંગી…..જુઓને…..
ભારે પડે એને ફરજ સંસારની પાછા કહે ત્યાગી,
ભીક્ષા માટે ફરે ઠેર ઠેર ખાતા સદા માંગી…..જુઓને…..
પુત્ર પત્નિ પરિવાર છોડી રહે એકલો અભાગી,
ચેલા ચેલી ભેગા કરે ને સલાહ આપે વણમાગી…..જુઓને…..
દાઢી વધારે જટા વધારે રહે આશ્રમ બાંધી,
ઢોંગ કરે જ્ઞાની બાબાનો અંતરે અજ્ઞાન આંધી…..જુઓને…..
જંતર મંતર જાણે નહીંને માદળીયા બનાવે,
ધના જાણીલે જુઠા જોગી ભોળી પ્રજાને ભરમાવે…..જુઓને…..