મણકો ૫૩૦

Dhanani Mala Na Manka

હરિ ભક્તિ હારે આવે હરિ ભક્તિ હારે આવે,
જીવન એ તારું સુધારે માનવ…..હરિ ભક્તિ હારે…..

માયા મમતા એ હટાવે માનવ,
જીવનમાં સરળતા લાવે માનવ…..હરિ ભક્તિ હારે…..

ક્રોધીનો એ ક્રોધ હટાવે માનવ,
જીવનમાં ઝંઝાવાત ન આવે…..હરિ ભક્તિ હારે…..

અભિમાનમાં જે અક્કડ હોયે માનવ,
જીવન નરમ પરમ બનાવે…..હરિ ભક્તિ હારે…..

ધના પ્રકાશ પાથરશે જીવનમાં,
મોક્ષ મારગ એ દેખાડે માનવ…..હરિ ભક્તિ હારે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *