મણકો ૫૩૨

Dhanani Mala Na Manka

સત્ય છોડી જે ચાહે સુખ અશક્ય એ જીવનમાં,
અસત્ય આચરી ફેડવું દુઃખ અશક્ય એ જીવનમાં…..

સંસાર સાગર તરવો છે હોડી નથી હાથ,
ખાધા વગર ભૂખ ભાંગવી અશક્ય એ જીવનમાં…..

કર્મ સારા કરવા નહીં દોડવું લેવા લાભ,
આળસમાં ઉંઘી રહેવું અશક્ય એ જીવનમાં…..

તક આવે તરછોડી દેવી ને માણવા સુખ,
તરસ છીપાવવી મૃગજળે અશક્ય એ જીવનમાં…..

ડાળ પાન પકડી રાખે મૂળીયાનો ભાવના પૂછે,
સત્ય મૂળ છોડી ઝંખે સુખ ધના અશક્ય એ જીવનમાં…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *