મણકો ૫૩૪

Dhanani Mala Na Manka

વિચાર મનવા વિસરી ગયો તું છે કેનો તન,
અસલ કેનો કોણ ખાનદાન જાણીલે તું મન…..

આત્મા તો ઈશ્વરનો અંશ ચેતન તત્વ જાણ,
માયામાં મન મોહી પડ્યો નાશવંત તેને જાણ…..

સંસાર નગરમાં આવ્યો તે દિનો ભૂલ્યો ભાન,
હતો ચોખ્ખો મેલ વગરનો હતું જરા જ્ઞાન…..

ગુનો ભલે હોય નાનો પણ સજાતો થવાની,
મમતા જેલમાં અજ્ઞાન અંધારી ખોલી મળવાની…..

વિસરી ગયો વતન તારું ભૂલ્યો કોણ બાપ,
હજી સમય છે ધના મેલ માયા કર હરિ જાપ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *