મણકો ૫૩૫

Dhanani Mala Na Manka

પછી કરશું પછી કરશું સમય વીતી જાય છે,
થાય છે થશે પછી ત્યાં જીંદગી પૂરી થાય છે…..

માઠાં ફળ મળે છે જ્યારે વાત મુલતવી રખાય છે,
અહંકાર આવે હું પણાનો બધુ તણાય જાય છે…..

હોંશિયારી ને ડોળવા ડહાપણ દિન પૂરા થાય છે,
સમયે જે સમજે નહી ને પાછળથી પસ્તાય છે…..

ચોરે ચડી ચોવટ કરે પગમાથે પગ ચડી જાય છે,
પરનિંદા લાગે પ્યારી ભજન ક્યા થાય છે…..

ધના ગઢપણે ગોવિંદ ગાસું મનમાં એવું થાય છે,
આળસ અને દરિદ્રતામાં જીવન એનું જાય છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *