મણકો ૫૪૦

post.jpg

હાંરે તમે હાલોને હળવા હળવા, હરિ ને મળવા,
હાંરે તારી દેહ લાગી છે ગળવા, હાલોને હળવા હળવા…..

હાંરે મુખે લાળ લાગી શાને પળવા,
હાંરે કામનામાં ન જા તું બળવા, હાલોને હળવા હળવા…..

હાંરે ધમાલ કરી સાને લાગ્યો ધુણવા,
હાંરે ક્રોધે કટુવચન પડે સુણવા, હાલોને હળવા હળવા…..

હાંરે સાને લોભે લાગ્યો લલચાવા,
હાંરે તને ન આવે કોઈ બચાવવા, હાલોને હળવા હળવા…..

હાંરે માયા મૂકીને રામનામ ગાવો,
હાંરે ધના અવશર ન મળે આવો, હાલોને હળવા હળવા…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top