મણકો ૫૪૩

Dhanani Mala Na Manka

જો દિકરી પતિ ઉપરવટ જાય છે સદા ખતા ખાય છે,
સમજ્યા વણ જક કરતી પોતાનું ગાણું ગાય છે…..સદા ખતા…..

સંસાર તો છે સોનાનો મૃગલો નારી જલદી લલચાય છે,
બીજાનું જોઈને બાળે અંતર બુધ્ધિનું હરણ થાય છે…..સદા ખતા…..

વણ વિચાર્યું પગલું ન ભરતી હઠાગ્રહ કદી ન કરતી,
ભોળા ભરથારથી હઠ કરતી સતી યજ્ઞે પડતી…..સદા ખતા…..

પુરૂષ સમોવડી ના થતી કદી નારી નારી કહેવાય,
પુરૂષથી જાય થવા આગળ પાછળથી પસ્તાય…..સદા ખતા…..

ધના જે પતિને પગલે ચાલે સ્વર્ગ મળી જાય,
પતિ પત્નિ રથના પૈડાં બેય સમચાલે મોક્ષ મળી જાય…..સદા ખતા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *