ઈશ્વર જીવન આપે છે પસંદગી તમારી છે,
ચકલીની જેમ ઉડવું છે કે આકાશે ગરૂડ થાવું છે…..
આળસુ થઈને ઉંઘવું છે કે જાગૃત થઈ જશ લોવો છે,
સુખ કે દુઃખ માણવું છે પસંદગી તમારી છે…..
માણસ તરીકે માપ તમારું હોવું જરૂરી માનવી,
ફુલાય દેડકો હાથી ન થાય પસંદગી તમારી છે…..
ગતિ નથી તીર જેવી વિચારની જ્યાં સુધી,
આચાર સારાના ઉમટે પસંદગી તમારી છે…..
નિશાન ચૂક માફ ન માફ નીચું નિશાન,
ધના તુચ્છ થવું ઉચ્ચ થવું પસંદગી તમારી છે…..