મણકો ૫૫૩

Dhanani Mala Na Manka

અનુભવ જીવનની શાળા છે, ઘણા અનુભવ મીઠાને ખારા છે,
અનુભવ વગર ઓસિયાળા છે, અનુભવે તર્યા પાણા છે…..

અનુભવ દીવાદાંડી છે, જો સામે ઉંડી ખાડી છે,
અનુભવ ધબકતી નાડી છે, બાકી બુધ્ધિ જાડી છે…..

ભવસાગર ભારે છે, અનુભવ એ નાવડી તારે છે,
બીન અનુભવી બારે છે, અનુભવી મજા માણે છે…..

‘બોલે તેના બોર વેચાય’, ‘ન બોલવામાં નવ ગુણ’,
સમજવી આ અવળ વાણી છે, અનુભવી ને સમજાણી છે…..

યુવાનોને અકડાવે છે, અનુભવ વગર લબડાવે છે,
ધના ઘરડા ગાડાં વાળે છે, અનુભવ એને ભારે છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *