મણકો ૫૫૫

post.jpg

જે પાગલ બની જાય પ્રેમ પ્યાલી તેની છલકાય,
શાણા ન જુએ સ્વપ્ન ભલે એક બાજુ મલકાય…..

ઉત્કંટતાથી જે પાગલ થાય પ્રેમી ત્યાં ભટકાય,
ગણિતની ગણતરી કરે હાંસિયા છોડે પ્રેમ ન પરખાય…..

ખાના પાડી ખાલી રાખે પ્રેમ કદી ના પરખાય,
અંતરના રાખે જરી જેટલું જે આખે આખો છલકાય…..

મીરાં જેવી પ્રીત કરે એ ભલે પાગલ ગણાય,
નરસિંહ જેવું નાચી જાણે ભેદન ભાળે પ્રેમે એ તણાય…..

ધના પ્રેમમાં છે વેદના, સંવેદના, ઝંખવાનું ને ઝૂરવાનું,
લોકલાજનો ભય ન જેને પ્રેમજ વિકલ્પ તેને ઉર ઠરવાનું…..

Share this post

PinIt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sidebar not configured yet. You can place widgets by navigating to WordPress Appearance > Widgets.

scroll to top